Saturday 28 December 2019

વર્કર્સ સોશિયલિસ્ટ પાર્ટીની અપીલ


નાગરિકત્વના કાયદા અને રાષ્ટ્રીય સીમાઓનો અંત કરો!

દુનિયાને સમાજવાદી સંઘમાં સંગઠિત કરવા માટે સંઘર્ષ તેજ કરો!

1947 ના સાંપ્રદાયિક વિભાજનને ઉથલાવી, ભારતીય ઉપખંડને ફરીથી એકજુટ કરીને, દક્ષિણ એશિયામાં સંયુક્ત સમાજવાદી સંઘ માટેના સંઘર્ષને આગળ વધારો!


ભારતના મોટા મૂડીપતિઓની દલાલ, મોદી સરકાર, આર્થિક-રાજકીય સંકટમાં ઘેરાયેલી મૂડીની પતનગ્રસ્ત સત્તાને, મહેનતકશ જનતાના આક્રોશથી, બચાવવા પ્રયાસ કરી રહી છે. આ માટે, તે અંધ રાષ્ટ્રવાદ અને હિંદુ વર્ચસ્વનું ઝેર પીરસી, મહેનતકશ લોકોની એકતાનો નાશ કરીને, ધનકુબેરોના ભ્રષ્ટ અને લૂંટારૂ કુરાજને જાળવી રાખવા માટેનાં તમામ પ્રયત્નો કરી રહી છે. હિન્દુ બહુમતીના રાજકીય રીતે પછાત વર્ગને, મુડીપતિ વર્ગની સત્તાની પાછળ બાંધી રાખવા માટે, મોદી સરકાર મુસ્લિમોનાં ઉત્પીડનને એક હથિયાર તરીકે ઉપયોગ રહી છે. નાગરિકતા કાયદાઓમાં સુધારા અને એનઆરસી, એ આ જ શ્રેણીની એક કડી છે, જે હેઠળ નાઝી જર્મનીની માફક ડિટેન્શન કેમ્પોનું આખું નેટવર્ક ફેલાવવામાં આવી રહ્યું છે.

આ કુત્સિત પ્રયાસમાં મોદી સરકાર એકલી નથી. 2008 થી વિશ્વ મૂડીવાદના આર્થિક સંકટમાં સંપડાવાની સાથે જ, મૂડીવાદી દેશોમાં અંધાધુંધી ફેલાઈ છે. કાલ સુધી, મૂડીવાદી આધારો પર વૈશ્વિકરણની બડાઈ હાંકનારા, આ દેશોના ઇલીટ શાસકો, ઇમિગ્રેશન માટે તેમની સરહદો બંધ કરવામાં અને મહેનતકશ જનતાને હાંકી કાઢવામાં વ્યસ્ત છે. રાષ્ટ્ર-રાજ્યોનાં સંકુચિત પાંજરામાં કેદ, મૂડીની પતનશીલ વ્યવસ્થા, સતત ફેલાતા સંકટના આ યુગમાં, જનતા માટે ખોરાક અને રોજગારનું સંચાલન કરવામાં પણ અસમર્થ બની રહી છે. મૂડીપતિઓની સરકારોની સામે એકમાત્ર રસ્તો છે - તેમની સીમાઓ બંધ કરવી અને વસ્તીના મોટા ભાગોને બહાર ધકેલવા.

મૂડીવાદના સાધારણ સંકટની સાથે જ યુદ્ધ અને દમન ફેલાઈ રહ્યું છે, જેના કારણે બેરોજગારીની સાથે વિસ્થાપનનું સંકટ પણ તીવ્ર બની રહ્યું છે. સંકટના આ વમળમાં ફસાયેલા મૂડીવાદી શાસકો તેમના દેશોની સરહદો બંધ કરી રહ્યા છે અને વસ્તીના મોટા ભાગોને હાંકી કાઢવા માટે તત્પર છે. અમેરિકા, મેક્સિકો સાથે તેની સરહદો સીલ કરી રહ્યું છે, તો બ્રિટન, ભારત પર ઇમિગ્રન્ટ ભારતીયોને પરત લેવા દબાણ કરી રહ્યું છે. વિસ્થાપન, મૂડીવાદના સંકટને હલ કરવાને બદલે તેને વધારે તીવ્ર બનાવી રહ્યું છે. આ સંકટથી ઉત્પન્ન અને ફેલાઈ રહેલા જન-આક્રોશને માટે, સંકટનો ભોગ બનેલા, વિસ્થાપિત, શરણાર્થીઓને જ જવાબદાર ઠેરવતા, મૂડીવાદી શાસકો, આ જન-આક્રોશનો ઉપયોગ, શ્રમજીવી જનતાને  જાતિગત, પ્રાદેશિક અને સાંપ્રદાયિક આધારો પર વિભાજીત કરવા માટે કરી રહ્યા છે અને જનતાને ભ્રમિત કરીને પોતાની સત્તાને આ જન-આક્રોશનાં ટાર્ગેટ બનવાથી બચાવવામાં સફળ થઇ રહ્યા છે.

મુસ્લિમ બહુમતીવાળા રાજ્યોમાં હિન્દુ શરણાર્થીઓને સ્થાયી કરીને અને બાકીના રાજ્યોમાં મુસ્લિમ ઈમિગ્રેશનને સખત રીતે નિયંત્રિત કરીને, મોદી સરકાર સત્તા પર પોતાની પકડ જાળવી રાખવા માંગે છે. વિરોધ પક્ષો, મોદીના આ કોમી અભિયાનનો મર્યાદિત વિરોધ જ કરી રહ્યા છે. વિપક્ષની જમણેરી-ડાબેરી બધી જ પાર્ટીઓ, ભારતને ફક્ત 'ભારતીયો' માટે સુરક્ષિત રાખવા અને 'વિદેશીઓ' માટે બંધ રાખવા પર મોદી સરકાર સાથે સહમત છે. ડાબેરી પક્ષો સહિત કોઈ પણ વિરોધી પક્ષ રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની તરફેણમાં ઉભો નથી. આપણે એ ન ભૂલવું જોઈએ કે 'વિદેશી ઘુસણખોરો' બંધ કરવાના નામે, એન.આર.સી. સૌ પ્રથમ નેહરુની આગેવાનીમાં કોંગ્રેસ સરકાર દ્વારા જ લાગુ કરવામાં આવ્યો હતો અને મોદીથી પહેલા, મનમોહન સરકારે આનો નવો નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.

અમે આ અંધરાષ્ટ્રવાદી અભિયાનનો સખત વિરોધ કરીએ છીએ, જેને મોદી સરકાર એક સ્પષ્ટ કોમવાદી રંગ આપવાની કોશિશ કરી રહી છે, અને આ ષડ્યંત્ર અંગે મજુર વર્ગને સચેત કરીએ છીએ. ભારતના જન-વિરોધી શાસકો, ધાર્મિક-પ્રાદેશિક નફરત ફેલાવીને, પોતાની સત્તા અકબંધ રાખવા માંગે છે. ૧૯૪૭ના સાંપ્રદાયિક વિભાજનની વિનાશકારી દુર્ઘટના, જેમાં 20 લાખથી વધુ લોકો જાનહાનિ, લૂંટ અને બળાત્કારનો ભોગ બનેલા અને બે કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા, એ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટી માનવ દુર્ઘટના હતી, જેણે ભારતીય ઉપખંડની મહેનતકશ જનતાને સાંપ્રદાયિક ધોરણે વિભાજીત કરી, મૂડીવાદી વર્ગના શાસન હેઠળ જકડીને, સામ્રાજ્યવાદ વિરોધી ક્રાંતિને નષ્ટ કરી હતી. 1947 પછીથી, મૂડીવાદી શાસકો સતત રાષ્ટ્રવાદી અને કોમી ઝેરને સિંચીને, ભારત-પાકિસ્તાન અને હિન્દુ-મુસ્લિમના નામે મહેનતકશ જનતાને વિભાજિત કરી અને લડાવીને, સમગ્ર દક્ષિણ એશિયામાં તેમનું શાસન જાળવી રહ્યા છે. મહેનતકશ જનતાને, ઘેટાંની જેમ પોતાના નિયંત્રણ હેઠળનાં રાષ્ટ્રીય વાડામા ઘેરી રાખી, મુડીપતિઓનાં રાષ્ટ્રીય સમૂહોએ, તેમને નરક જેવી ઝીંદગીમાં સડાવી રાખ્યા છે.

આજે વિશ્વના તમામ મૂડીવાદી દેશો એકબીજા સામે ઉગ્ર સ્પર્ધામાં વ્યસ્ત છે, જે વધુને વધુ હિંસક બની રહી છે, અને અમર્યાદિત યુદ્ધો, આતંકવાદ અને જાનહાનિથી આગળ વધી, વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધ અને પરમાણુ સર્વનાશ તરફ ખેંચી રહી છે. મૂડીવાદ, વિશ્વને એકીકૃત કરી શકે એમ નથી, તે ફક્ત તેને વિભાજિત કરી શકે છે. માત્ર અને માત્ર વિશ્વ સમાજવાદી ક્રાંતિ જ, મૂડીવાદ દ્વારા રચાયેલી આ નારકીય પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે.

અમે રાષ્ટ્રીય, વંશીય અથવા સાંપ્રદાયિક આધારો પર વિશ્વના તમામ વિભાજનોણો અસ્વીકાર કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય મજુર વર્ગ તરફથી, અમે તે તમાંમ બૈરીકેડોને તોડી પાડવા માટે આહ્વાન કરીએ છે, જે દુનિયાને વિભાજીત કરે છે, સરહદો ખેંચે છે, આવવા-જવા, ઘુમવા-ફરવા, વસવાટ કરવા કે રોજગાર કમાવાની આઝાદીને પ્રતિબંધિત કરે છે. અમે, પાસપોર્ટ-વિઝા રાજને સમાપ્ત કરવા અને રાષ્ટ્રીય સરહદોને ખતમ કરવા માટે, વિશ્વ સમાજવાદી સંઘની રચના માટે સંઘર્ષ કરીએ છીએ. આ ક્રમમાં, અમારું તાત્કાલિક લક્ષ્ય છે: 1947 ના સાંપ્રદાયિક વિભાજનને ઉલટાવી, ભારતીય ઉપખંડને ફરી એકજુટ કરી, 'દક્ષિણ એશિયાનાં સમાજવાદી સંયુક્ત રાજ્ય' ની સ્થાપના.

દક્ષિણ એશિયામાં સ્થાપિત મુદીવાદી શાસન, જેમાં ભારતની જમણેરી અને હિન્દુ પ્રભુત્વવાળી મોદી સરકાર અગ્રણી છે, એ આ લક્ષ્યને પ્રાપ્ત કરવાના માર્ગમાં મુખ્ય અવરોધ છે. તેમને ક્રાંતિ દ્વારા ઉથલાવી, મજૂર-મહેનતકશ વર્ગની સરકાર સ્થાપિત કરીને જ, દક્ષિણ એશિયાને સમાજવાદી સંઘમાં એકજુટ કરી શકાય એમ છે અને સંકીર્ણ રાષ્ટ્રીય સરહદો અને રાષ્ટ્ર-રાજ્યોને ખતમ કરી શકાય એમ છે.

નાગરિકત્વના કાયદામાં ધાર્મિક, કોમી, વંશીય અથવા જાતીય આધારો પર છેડછાડનો વિરોધ કરવાની સાથે, અમે તમામ નાગરિકતા-કાયદાઓ અને રાષ્ટ્રીય સીમાઓનો પણ વિરોધ કરીએ છીએ.

અમે યુવાનોને, શ્રમજીવીઓને અપીલ કરીએ છીએ કે બધા શહેરો, કેમ્પસ, ફેક્ટરીઓમાં 'એક્શન સમિતિ' ની રચના કરીને, આ વિરોધને વધુ તીવ્ર કરીને, ક્રાંતિકારી સંઘર્ષને આગળ વધારીએ.

 બધા નાગરિકત્વ કાયદાઓનો પ્રતિકાર કરો!

 ધાર્મિક, વંશીય, જાતીય અને રાષ્ટ્રીય ઉત્પીડનનો પ્રતિકાર કરો!

 જમણેરી મોદી સરકારને જન-આંદોલન વડે ઉથલાવી-ફેંકીને, મજૂર-મહેનતકશ વર્ગની સરકાર સ્થાપિત કરો!

 રાષ્ટ્રીય સીમાઓને તોડી પાડીને, દુનિયાને સમાજવાદી સંઘમાં એકજુટ કરો!

1947 ના સાંપ્રદાયિક વિભાજનને ઉલટાવીને ભારતીય ઉપખંડને એકજુટ કરી, 'દક્ષિણ એશિયન સમાજવાદી સંઘ' માટેના સંઘર્ષને વધુ તીવ્ર બનાવો!

_____________________________________________________________________________
વર્કર્સ સોશિયલિસ્ટ પાર્ટી દ્વારા જારી કરાયેલ                                              સંપર્ક: 9810081383

No comments:

Post a Comment